વિવિધ પ્રવૃત્તિઓ
શારદામંદિરનો એ અભિગમ રહ્યો છે કે આજની ઉગતી પેઢીને આપણી ભારતીય સંસ્કૃતિ અને ઉત્સવો વિશે રસ જાગવો જોઈએ, તેનાથી તેમને બાળપણથી જ માહિતગાર રાખવા જોઈએ અને એટલે આપણી
શાળામાં અભ્યાસ પર જેટલું મહત્ત્વ અપાય છે તેટલું જ મહત્ત્વ વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસને લક્ષ્યમાં લઈને ઈતર પ્રવૃત્તિઓને પણ અપાય છે અને તે માટે વિવિધ ઋતુઓમાં આવતાં વિવિધ તહેવારોને
અનુરૂપ ઉત્સવોને ધ્યાનમાં રાખીને આંતરગૃહ સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેમકે રક્ષાબંધન નિમિત્તે રાખડીસ્પર્ધા, ઉત્તરાયણ વખતે પતંગ સ્પર્ધા, ગણેશચતુર્થી વખતે ગણેશ સ્પર્ધા. આવી તો વર્ષ દરમિયાન
કેટકેટલી સ્પર્ધાઓ યોજાય છે! દરેક ઉત્સવોનું મહાત્મ્ય વિદ્યાર્થીનાં હૃદયમાં આપોઆપ જ ઉતરી જાય છે.ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન તથા વિદ્યાર્થીના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ એ શારદામંદિરનું મુખ્ય ધ્યેય છે.
- સ્થાપનાદિન
- સંગીત
- કોમ્પ્યુટર લેબોરેટરી
- લાઈબ્રેરી
- સ્પોર્ટસ
- શારદ
- કારકિર્દી માર્ગદર્શન (કાઉન્સેલીંગ અને વોકેશનલ ગાઈડન્સ)
- સ્પર્ધા
- એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન સ્કોલરશીપ
- ઈનામ વિતરણ
- પ્રવાસ
- પ્રાત:પ્રાર્થના