સંસ્થાન (ધોરણ ૧૨ સુધી)
શારદામંદિર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોગ
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વિગત માટે વેબ-ફૉર્મ - click to send your details via web-form
`મારા સંસ્મરણો'
ભીની માટીની આવે સુગંધ રે.... શારદાને આંગણે ...
શારદામંદિર શાળા સન ૧૯૨૪થી અસ્તિત્વમાં આવી. ત્યારથી આજ સુધી અહીં ભણી ગયેલા તમામ વિદ્યાર્થીઓનું શારદામંદિર પરિવારમાં સ્વાગત છે.શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે જ્યારે મન થાય, ત્યારે તમે શાળાની મુલાકાત લઈ શકો છો. તમારા શાળા સાથેના અનુભવો, સંસ્મરણો, સૌ સાથે share કરી શકો છો. તમારા સૂચનો પણ આવકાર્ય છે. શાળાની પ્રવૃત્તિઓને વેગવાન બનાવવામાં સહકાર આપી શકો છો. બની શકે કે તમારા અનુભવોના આધારે વિદ્યાર્થીઓની વર્તમાન પેઢીને ઘણું પ્રોત્સાહન અને લાભ મળે.
'મારા સંસ્મરણો' વિભાગમાં શારદામંદિર શાળા સાથેના તમારા અંગત અનુભવો, પત્રો, મિત્રો, ચિત્રો, ફોટા, નોંધ, નિબંધ, ડાયરી, વગેરે કોઈ પણ વિષયને સાંકળીને વિગત અહીં મોકલી શકશો. તમે કયા વર્ષમાં શાળા છોડી, તમારી કારકિર્દી વિશે, તેમજ તમારા જીવનમાં તમારી પ્રગતિમાં શાળાએ શું સાથ આપ્યો, તે જરૂર જણાવજો.વિગત ઈમેલ દ્વારા - આ ઈમેલ એડ્રેસ પર shardamandir.ahmedabad@gmail.com પર English/ અથવા ગુજરાતીમાં મોકલી શકાશે, અથવા રૂબરૂમાં આવીને, શાળાના કાર્યાલય પર પણ સોંપી શકાશે. વિષયમાં 'મારા સંસ્મરણો' લખવું જરૂરી છે. શાળાના અંક 'શારદ'માં તથા અહીં વેબસાઇટ પર વિગત પ્રકાશિત કરવાની આશા છે.
શારદામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની યશગાથા...
(આ વિભાગ સતત update થતો રહેશે.... )