ભણતર સાથે ઘડતર
બાલમંદિરમાં પ્રવેશ
બાલમંદિર એ બાળક માટે જીવન ઘડતરનું પ્રથમ પગથિયું છે. માનો વ્હાલસોયો ખોળો છોડીને આવતા બાળકને મા જેવી જ મીઠી માવજત મળે અને યોગ્ય દેખરેખ થાય એવો શિક્ષકગણ કે જે માની ગરજ સારે, જે અમારા બાલમંદિરમાં છે. અનુભવી શિક્ષકગણ દ્વારા મોન્ટેસોરિ પદ્ધતિથી ભાષા તેમજ ગણિતનું જ્ઞાન અપાય છે. રમતા રમતા બાળક ભણતા શીખી જાય છે.
સમયની સાથે કદમ મિલાવવા અંગ્રેજી ભાષાની કેળવણી પણ જરૂરી બની છે. જેને લીધે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું જ્ઞાન મળી રહે એ માટે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ ચલાવાય છે.
અમારા બાલમંદિરમાં બાળક પ્રથમ સ્થાને છે એને યોગ્ય માવજત મળે અને સુંદર જીવનઘડતર થાય એવું આયોજન છે. સારા અક્ષર, સુંદર જીવનઘડતરની નિશાની છે એ વાત સમજાવી માતૃભાષાનું મરોડદાર અક્ષરોમાં લેખન કરાવાય છે. આમ બાળકનો સર્વાંગી વિકાસ થાય એ અમારું લક્ષ્ય છે.
Download Brochure / બાળમંદિરનું બ્રોશર - ડાઉનલોડ કરવુંશારદામંદિર નવનિર્માણ
- Overview & Details
- Brochure
- Project Architect
- Contributions, Donations
- Shardamandir Alumni Registration
- Questions?