સંસ્થાન (ધોરણ ૧૨ સુધી)
સ્થાપકો
શ્રી ચંદુભાઈ દવે ગુજરાતના સ્ત્રીશિક્ષણને નવો વળાંક આપી રહ્યા હતા. સરકારી, અર્ધસરકારી, અને રાષ્ટ્રીય શિક્ષણ-પ્રણાલીમાંથી પોતાની આગવી સૂઝ અને નિખાલસ વ્યક્તિત્વમાંથી તેમણે આદર્શ નાગરિકોનું સર્જન કર્યું.
આ આદ્યસ્થાપકોના આદર્શને પોષે તેવું રૂડું કાર્યકર મંડળ તેમને ક્રમશ: આવી મળ્યું જેમાં હતાં શ્રી ચંપાબહેન, શ્રી હીરાબહેન અને શ્રી ગોવિંદભાઈ ઠાકર તેમજ
શ્રી વજુભાઈ દવે.
સંસ્થાના આદર્શો સાચવી સંચાલન કરવામાં શ્રી રણછોડભાઈ અમૃતલાલ શોધન, શ્રી ચંપાબહેન અને શ્રી ભોગીભાઈએ આર્થિક જવાબદારી ઉપાડી.
શ્રી ભોગીભાઈ ઠાકર આર્થિક જવાબદારી ઉપરાંત સંસ્થાની તમામ પ્રવૃત્તિઓમાં પ્રાણ-સિંચન કરતા - સંસ્થાને ચરણે તેમણે તન, મન અને ધન અર્પણ કર્યાં. વીસ વીસ વર્ષની સંસ્થાની એકનિષ્ઠ સેવા દ્વારા શ્રી ભોગીભાઈએ જીવનની
મહામૂલી કૃતાર્થતા પ્રાપ્ત કરી, સ્વખર્ચે યુરોપના દેશો ફર્યા, ત્યાંની શિક્ષણસંસ્થાઓ જોઈ - તેઓ રહ્યા અને પ્રત્યક્ષ જ્ઞાન મેળવી તેનો લાભ સંસ્થાને આપ્યો. તેમના વિચારો અને અનુભવોએ શિક્ષણક્ષેત્રે નવી ભાત પાડી.
શ્રી સવિતાબહેન ત્રિવેદીએ ગૃહમાતા તરીકે સંયુક્ત કુટુંબનો વાત્સલ્યભાવ, શિસ્ત અને ગૃહજીવનનો આદર્શ ગુજરાતને આપ્યો. આવા ઉચ્ચ આદર્શ માટે શ્રી સવિતાબહેને પોતાનું જીવન સંસ્થાને ચરણે અર્પિત કર્યું.