| सा विद्या या विमुक्तये |
શારદામંદિર: પ્રવૃત્તિઓ

સ્થાપનાદિન

શારદામંદિરની સ્થાપના વિક્રમસંવત ૧૯૮૦ શ્રાવણ સુદ સાતમ તા.૭-૮-૧૯૨૪ના રોજ કરવામાં આવી હતી.

શારદામંદિરના કેન્દ્રસ્થાને બાળક છે અને તેથી જ દર વર્ષે, શ્રાવણ સુદ સાતમના દિવસે, સ્થાપનાદિન ઉજવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે મુખ્ય અતિથિને હસ્તે વિધિવત બાળપૂજન કરવામાં આવે છે. બાળકોનાં જ બનેલાં રથ પર સવાર થઈ બાલરથી આવે છે અને મુખ્ય અતિથિ તેને કુમકુમ તિલક કરી, અક્ષત ચોડી, મોં મીઠું કરાવીને તેનું પૂજન કરે છે. આ એક અદભુત પ્રસંગ હોય છે. બાળકોની ગૌરવભરી કૂચ, શારદાના સાદનો ગરબો, મા શારદાની સ્તુતિ - આ બધી તો છેલ્લા ૯૦ થી પણ વધારે વર્ષોથી ચાલી આવતી શારદામંદિરની વિશિષ્ટ પ્રણાલિકા છે.