| सा विद्या या विमुक्तये |
શારદામંદિર: વિરલ ક્ષણો

વિરલ ક્ષણો

  • શારદામંદિરમાં ગાંધીજી

  • ઘનિષ્ઠ સંબંધ

    સ્વતંત્ર સેનાનીઓના બાળકો શારદામદિરમાં ભણતાં હોઈ સહેજે એ જમાનામાં ગાંધીજીનો ઘનિષ્ઠ સંબંધ શારદામંદિર સાથે રહ્યો છે. શારદામંદિરના સંસ્થાપકોમાંના એક શ્રી ચંદુભાઈ દવે તો તેમના નજીકના વિશ્વાસુ કાર્યકર પણ રહી ચૂક્યા હતા. ગાંધીજીએ તેમને કેટલીક જવાબદારી સોંપેલી જેનો ઉલ્લેખ ગાંધીજીના 'અક્ષરદેહ'માં વારંવાર જોવા મળે છે. આ ઉપરાંત શ્રી જમનાલાલ બજાજ્ની બે દીકરીઓ પણ શારદામંદિરમાં એ સમયે ભણતી હતી. શ્રી પ્રભાશંકર પટણી ઉપર ગાંધીજીએ શારદામંદિરને મદદરૂપ થવા ભલામણ કરેલી.

    તા.૩૦-૭-૧૯૩૩ના ગુજરાત સમાચારમાં સંસ્થાના ૧૦મા સ્થાપનાદિન પ્રસંગે ગાંધીજી શારદામંદિરમાં આવ્યા હતા, તેનો તેના તે જ સ્વરૂપે અહેવાલ અહીં પ્રસ્તુત છે.


    અહેવાલ (ગુજરાત સમાચાર તા.૩૦-૭-૧૯૩૩)

    તા. ૨૯-૭-૧૯૩૩ને રોજ, શારદામંદિરનો સ્થાપનાદિન હોવાથી બપોરના ૧૨ વાગે મહાત્મા ગાંધીજી શારદામંદિરના બાળકોને આશીર્વાદ આપવા પધાર્યા હતાં. પ્રથમ પૂ.ગાંધીજીએ શારદામંદિર બાલમંદિરના અઢી થી સાત વર્શની ઉંમરનાં બાળકોના કલાના નમૂના ઘણી પ્રસન્નતાથી જોયા હતા. ત્યારબાદ પૂ.ગાંધીજીએ આસન લીધા બાદ સંસ્થાના બાળકોની પ્રાર્થના થઈ હતી. તે પછી પૂ.ગાંધીજીએ આશીર્વાદ આપતાં નીચે પ્રમાણે કહ્યું હતું, "જો કે હું વિનોદ કરી શકું છું પણ અત્યારે મારી પાસે વખત નથી, અત્યારે મારો વખત પારકો છે એટલે વધારે વખત બગાડું તો ચોરી કહેવાય. અત્યારે હું બીજાનો વખત ચોરીને આવ્યો છું. તમને ખબર છે કે હું કોનો વખત ચોરીને આવ્યો છું? મોટી બાળામાંથી કોઈ મને કહી શકશે કે હું કોનો વખત ચોરીને આવ્યો છું? (કોઈએ જવાબ ન આપ્યો એટલે) હારી ગયાને?" એવો વિનોદ કર્યો હતો બાદ આગળ બોલતાં ગાંધીજીએ કહ્યું હતું કે શારદામંદિર અને તેના બાળકોને હું આશીર્વાદ આપું છું કે તમે સંસ્થાને શોભાવજો અને તેમ કરી તમે પણ શોભજો પણ તે કેવી રીતે શોભાવી શકાય તેની તમને ખબર છે? "દેશની સેવા સાચે માર્ગે કરીને."

    શ્રી સવિતાબહેન ત્રિવેદીએ બાપુજીને બાળકો અને શિક્ષકો તરફથી હરીજન સેવા માટે રૂ.૧૦૧ ભેટ આપી સુતરનો હાર પહેરાવ્યો.

     

    દુર્લભ ફોટા

     

  • શારદામંદિરમાં લાલા લજપતરાય

  • લાલા લજપતરાય

     

  • શારદામંદિરમાં મેડમ મોન્ટેસરી
  •